રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ3 ઑગસ્ટ, 2026| Super Admin

સિદ્ધપુરમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતી ટ્રક રોકવા ગયેલ ગૌરક્ષકો પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો

સિદ્ધપુરમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતી ટ્રક રોકવા ગયેલ ગૌરક્ષકો પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો

ગૌરવ રક્ષકોએ હિંમતથી પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતી ટ્રક રોકી  31 જીવોને મુક્ત કરાવ્યા

સિદ્ધપુરના ઝાંપલીપોળ વિસ્તાર નજીકથી પશુઓની ગેરકાયદે અને ક્રૂરતા પૂર્વક હેરાફેરી કરતી એક ટ્રક ઝડપાઈ છે. ગૌરક્ષકો દ્વારા ટ્રક રોકવામાં આવતા સ્થાનિક ઇસમોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

છતા ગૌરક્ષકો એ પોતાની પરવા કર્યા વિના પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતી ટ્રક રોકી પોલીસ ને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રકમા રહેલા તેમજ અન્ય મળી કુલ 31 અબોલજીવોને મુક્ત કરાવ્યા હતા અને ટ્રક સહિત કુલ 5,62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ગૌરક્ષક નરેશજી હેમાજી ઠાકોર દ્વારા મૌલિકકુમાર પ્રફુલભાઈ પંડ્યાને માહિતી આપવામાં આવી હતી કે એક મોટી ટાટા કંપનીની ટ્રક (નંબર GJ 31 T 4741) પૂરઝડપે અને ગફલતભરી રીતે પશુઓ ભરીને કાકોશી ચાર રસ્તા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે ગૌરક્ષકો કાકોશી ચોકડી અને ત્યારબાદ સિદ્ધપુર ઝાંપલીપોળ ચાર રસ્તા નજીક પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતા.ત્યાં આબિદ

ભાઈ છુવારાના ઘર નજીક ઉભેલી ટ્રક પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોવા મળ્યું હતું.સ્થળ પર હાજર ફારુક, ઇમરાન અને અન્ય બે અજાણ્યા ઇસમોએ ગૌરક્ષકોને ગાડી આપવાની ના પાડીને તેમની ગાડી પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી ગાડીને 3,500નું નુકસાન થયું હતું. તકરાર વધી જતાં અને સામા પક્ષે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં ગૌરક્ષકોએ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી.પોલીસ વાહન આવતાની સાથે જ ટ્રક ચાલક ટ્રક થોડી આઘી પાછી કરીને ફરાર થઈ ગયો હતો.પોલીસે અંધારામાં ઉભેલી ટ્રકની તલાશી લેતાં તેમાં પાંચ પાડા ટૂંકા દોરડાથી ઓછી જગ્યામાં ઘાસચારા કે પાણીની સગવડ વગર ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત, આજુબાજુમાં તપાસ કરતાં અન્ય 26 પાડા રખડતાં અને પડેલી હાલતમાં મળી આવ્યા હતા. કુલ 31 પાડામાંથી બે પાડા ઈજાગ્રસ્ત હાલતમાં હતા અને કેટલાક પશુઓના ગળાના ભાગે કાપેલા નિશાન સાથે દોરડા બાંધેલા હતા.પોલીસે નગરપાલિકામાંથી પશુઓ પકડવાનું પાંજરાવાળું ટ્રેક્ટર મંગાવી તમામ 31 પાડાઓને પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને તેમને નાગવાસણ પાંજરાપોળ ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી.

આ કાર્યવાહીમાં એક પાડાની કિંમત રૂ. 2,000 ગણીને કુલ 31 પાડાની કિંમત રૂ. 62,000 અને 5,00,000ની કિંમતની ટ્રક મળીને કુલ 5,62,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મૌલિકકુમાર પ્રફુલભાઈ પંડ્યાની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે ટ્રકના ચાલક, ફારુક, ઇમરાન અને અન્ય અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Sidhpur

સંબંધિત સમાચાર