સ્થળ ઉપરથી ૨૪૫૦૦/ રોકડ અને બે મોબાઇલ નંગ ૨ સહિત રૂ.૩૪૫૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો
વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તૈરેયાની સૂચના અને LCBના પો.ઈન્સ. એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર-પ્રોહીની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે કડક અમલવારી કરવામાં આવી રહી છે.આ દરમિયાન LCBની ટીમને બાતમી મળી હતી કે ભાભર જુના ગામમાં બહુચર માતાના મંદિર પાસે વિશાલ જીતુભા રાઠોડના ઘરની ખુલ્લી ઓસરીમાં પૈસાથી હારજીતનો તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. જેમાં કુલ ૭ જુગારીઓમાંથી ૫ ઈસમોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ૨ ઈસમો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ ૨૪,૦૦૦/૨ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦ કુલ મુદ્દામાલ રૂ.૩૪૫૦૦/, કબજે કરી ૫ જુગારીયાઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ યાદી
૧. લીલાધર બેચરભાઈ પટેલ - રહે. ગુજરવદી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર
૨. જયંતી ગગાજી ઠાકોર - રહે. બીમ્બોરડી, તા
૩. રોહીત માનભા રાઠોડ - રહે. ભાભર જુના,
૪. જયપાલ જીતુભા રાઠોડ - રહે. ભાભર જુના,
૫. જયદીપ કનુભા રાઠોડ - રહે. ભાભર જુના
સમગ્ર મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





