રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ7 ઑગસ્ટ, 2026| Super Admin

વારાહીમાંથી આધાર-પુરાવા વગરના 16 શંકાસ્પદ વાહનો જપ્ત કરતી LCB પોલીસ

વારાહીમાંથી આધાર-પુરાવા વગરના 16 શંકાસ્પદ વાહનો જપ્ત કરતી LCB પોલીસ

5 ટ્રેક્ટર, 2 કાર, 9 બાઇક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી 

પાટણ LCB અને વારાહી પોલીસે વારાહી ટાઉનમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આધાર-પુરાવા વગરના 16 શંકાસ્પદ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોમાં 5 ટ્રેક્ટર, 2 ફોર વ્હીલર અને 9 મોટરસાયકલનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત  રૂ. 38.10 લાખ આંકવામાં આવી છે. પોલીસે વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

38.jpg 387.26 KB
પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીના આદેશ બાદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આ ઓપરેશન હાથ ધરાયું હતું. LCB પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પાંચ અલગ-અલગ ટીમો બનાવી વારાહી ટાઉનમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સ્થળો એથી કાગળો વગરના અનેક વાહનો મળી આવ્યા હતા.તપાસ દરમિયાન, રાસીદખાન રહીમખાન મલેકના ઘર પાસેથી મોટરસાયકલ (રૂ.50,000) અને બલેનો કાર (GJ.24.AU.2195, રૂ. 5.50 લાખ) જપ્ત કરવામાં આવી હતી. વસીમ મહમદ મલેકના ઘર પાસેથી HF ડીલક્સ બાઈક (GJ.24.BD.2328, 35,000) અને મોસીનખાન રસુલખાન મલેકના ઘર પાસેથી બુલેટ (રૂ.70,000) તથા સ્પ્લેન્ડર (રૂ.25,000) મળી આવ્યા હતા.

આ ઉપરાંત, અકરમખાન જુમાખાન મલેકના ઘર પાસેથી એક્ટિવા (GJ.24.BB.5406, રૂ. 30,000), રસુલખાન વાઘાજી મલેકના ઘર પાસેથી પલ્સર (GJ.24.BA.8605, રૂ. 50,000), મહમદખાન ખાનાજી મલેકના ઘર પાસેથી સ્પ્લેન્ડર (રૂ.25,000) અને નાસીરખાન અહેમદખાન મલેકના ઘર પાસેથી બોલેરો ડમ્પર (GJ.08.AW.6358, રૂ. 5.50 લાખ) પણ જપ્ત કરાઈ હતી.ટ્રેક્ટરોમાં, રસુલખાન રાણાજી મલેકના ઘર પાસેથી સોનાલીકા ટ્રેક્ટર (5 લાખ) અને ફાર્મટ્રેક-45 ટ્રેક્ટર (4.50 લાખ) કબજે કરાયા હતા. રહીમખાન સાંઘાજી મલેકના ઘર પાસેથી મહિન્દ્રા-275 DI ટ્રેક્ટર (5 લાખ), નાસીરખાન આમદખાન મલેકના ઘર પાસેથી ફાર્મટ્રેક-45 ટ્રેક્ટર (રૂ.4.50 લાખ) અને હાજીખાન ખેતાજી મલેકના ઘર પાસેથી આઇશર ટ્રેક્ટર (રૂ.4.50 લાખ) જપ્ત કરવામાં આવ્યા હતા. ભોજાણીવાસના ચોરામાંથી લાવારિસ હાલતમાં પડેલા પલ્સર (રૂ.45,000) અને સ્પેલન્ડર (GJ.24.BA.0318, 30,000) પણ મળી આવ્યા હતા. આ તમામ વાહનોના માલિકો કાયદેસરના આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. તેથી, પોલીસે ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા-2023ની કલમ 106 હેઠળ વધુ તપાસ માટે મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને આગળ ની તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#patan#Varahi

સંબંધિત સમાચાર