રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ29 જાન્યુઆરી, 2025| Super Admin

રાધનપુરમાં ફાયરીંગના ગુન્હામાં વપરાયેલ પિસ્તોલ સાથે પાંચ ઇસમોને એલ.સી.બી. પાટણ ટીમે દબોચ્યા

રાધનપુરમાં ફાયરીંગના ગુન્હામાં વપરાયેલ પિસ્તોલ સાથે પાંચ ઇસમોને એલ.સી.બી. પાટણ ટીમે દબોચ્યા

રાધનપુરમાં રહેતા પ્રકાશભાઇ કરશનભાઇ રબારી ના ઘરે ગઇ તા.૧૧ ડીસેમ્બર ના વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે આનંદ અમરતભાઇ રબારી રહે. કનોડા તા.બેચરજી તથા મિત ઉર્ફે ભોલો રહે.વડુ તા સરસ્વતીવાળા ઓએ અન્ય ચાર અજાણ્યા ઇસમો સાથે પોતાના હાથમાં લોખંડની ટૉમી, રિવોલ્વર તથા ધારિયા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે આવી અમરતભાઈના ઘર ઉપર હુમલો કરી ઘરના દરવાજા,બારીના કાચ તોડી નાખી તેઓના ઘર આગળ પડેલી ગાડીને પણ હથિયારો વડે નુકશાન કરી અમરતભાઈ ને જાનથી મારી નાખવાના ઇરાદે મિત ઉર્ફે ભોલાએ તેની પાસેની રિવોલ્વરથી ફાયરીંગ કરેલ હોવાની ફરીયાદ રાધનપુર પો.સ્ટે.મા દાખલ કરાવી હતી. ત્યારે આ કામે ઉપરોકત જણાવ્યા મુજબના ઈસમો એ ખુનની કોશીષ અને ફરીયાદી ના ઘરે રાત્રીના અંધારામાં આવી હુમલો કરી જાહેર જગ્યામાં ફાયરીંગ કરી ગંભીર પ્રકારનો ગુનો આચરી ભાગી જતાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા એક ટીમની રચના કરેલી જેથી ટીમના માણસો કેસમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા પ્રયત્નશીલ હતા, જે દરમ્યાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્રારા તપાસ કરતાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અમદાવાદ, વૈષ્ણદેવી ખાતે બનેલ નવીન સાઇડ વીએનજા ફલેટના મકાન નં-બી. ૨૦૧ માં છુપાઇ રહેતા હોવાનું જણાઇ આવતાં જે જગ્યાએ તપાસ કરતાં જેઓની અટકાયત કરી પાટણ એલ.સી.બી. કચેરી, ખાતે લાવી પુછપરછ કરતાં જેઓએ પોતાના ગુનાની કબુલાત કરી જણાવેલ કે, આનંદ અમરતભાઇ દેસાઇ રહે.કનોડા તા.બેચરાજી જી.મહેસાણા અને મીત ઉર્ફે ભોલો રબારીને રાધનપુર ખાતે રહેતા પી.કે.રબારીએ પ્રકાશભાઇ કરશનભાઇ રબારી પાસેથી અંદાજીત ૬૦ લાખ જેટલી રકમ લેવાની નીકળતી હોઇ જે તેઓ આપતા ન હોઇ અને દાદાગીરી કરતા હોવાથી અમો તેને પાઠ ભણાવવાનું નક્કી કરી તા.૧૧ ડીસેમ્બરના વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે હથિયારો સાથે રાધનપુર ખાતે પી.કે. રબારીના ઘરે આવેલા અને તે રાત્રીના આનંદ દેસાઇ પી.કે.રબારીના ઘરે આવી તેની ગાડીમાં તોડફોડ કરી ઘરના દરવાજા, બારીને નુકશાન કરી જતા રહેલા અને છેલ્લા પંદર,વીસ દિવસ થી અમોને આનંદ દેસાઇ અમદાવાદ,વૈષ્ણદેવી ખાતે આવેલ વીએનજા ફ્લેટમાં મકાન નં-બી.૨૦૧માં પોલીસમાં પકડાઇ ન જવાય તે આશયથી લાવી રાખેલા નું અને પોલીસ આવેલ તેના અગાઉ જ આનંદ દેસાઇ અને મીત ઉર્ફે ભોલા રબારી રૂમ ઉપરથી નીકળી ગયેલાની હકિકત જણાવેલ હતી. ઉપરોક્ત આરોપી ઇસમો ટીમની તપાસમાં મળી આવેલ હોવાથી એફ.આઇ.આર.માં જેમના નામ દર્શાવેલ હોઇ તે  માહિર ઉર્ફે આનંદ અમરતભાઇ દેસાઇ રહે.રબારીવાસ,કનોડા તા.બેચરાજી જી.મહેસાણા, મીત ઉર્ફે ભોલો ધીરૂભાઇ દેસાઇ રહે.રબારીવાસ, વડુ તા.સરસ્વતી જી.પાટણ હાલ રહે.મકાન નં-૯૭, વિષ્ણુનગર સોસાયટી, સુરત જી.સુરતવાળાઓ પણ તપાસમાં મળી આવતા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મારક હથિયાર રિવોલ્વર નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-ની તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ સ્કોર્પિયો ગાડી નંબર-GJ24AU3558 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા સ્વીફટનંબર-GJ24AF5576 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- ને તપાસમાં કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબની અટક કરી આગળની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે. સોંપેલ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર