ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી મુસાફરો ભરેલી જીપ અને બાઈક વચ્ચે પ્રથમ અકસ્માત થયો હતો. ત્યાર બાદ જીપ ડિવાઈડર કૂદીને સામેથી આવતી અંબાજી-વડોદરા એસટી બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર મુસાફરો પૈકી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. બે વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સાત ઈજાગ્રસ્તોને પ્રથમ ખેડબ્રહ્મા સિવિલમાં અને ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા દર્દીઓમાંથી પોશીના તાલુકાના ટેબડા ગામના 44 વર્ષીય ઈશ્વરભાઈ ભાડુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે કુલ મૃત્યુઆંક સાત થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખેરોજ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી બસ અકસ્માત મૃત્યુઆંક સાત થયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#police investigation#local news#Emergency Response#Injuries Reported#Khedbrahma Ambaji Bus Accident#Death Toll Update#Jeep and Bike Collision#Road Safety Incident#Hospital Transfers#Victims' Information#Traffic Accident Analysis#Fatalities During Treatment#Gujarat Road Accidents#Public Transportation Safety
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
9 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
