રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત11 ઑગસ્ટ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું!” - મુખ્યમંત્રીની ટકોર!

ગાંધીનગરમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને એક અત્યંત કડક અને સ્પષ્ટ ચેતવણી સામે આવી છે. શહેરોમાં સ્વચ્છતા અને રોડ-રસ્તાઓની નબળી સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓની આડેહાથ લીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે હવે શહેરોમાં ગંદકી જરાય ચલાવી લેવામાં નહીં આવે અને જો સ્વચ્છતા નહીં રાખવામાં આવે તો સરકાર દ્વારા કોઈ નવી ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે. પ્રજાના વિકાસ માટે મળતા નાણાંનો સાચો અને પારદર્શક ઉપયોગ થવો જોઈએ તેવો તેમણે આગ્રહ રાખ્યો છે. આ ઉપરાંત રોડ-રસ્તાના પ્રશ્ને વાત કરતા મુખ્યમંત્રીએ દર વર્ષે બનતા ડામરના રોડને બદલે મજબૂત અને ટકાઉ 'આરસીસી' (RCC) રોડ બનાવવાની હિમાયત કરી છે. પાંચ વર્ષની ગેરંટી હોવા છતાં ચોમાસામાં રોડ તૂટી જવાની બાબત પર ચિંતા વ્યક્ત કરી તેમણે રોડની ગુણવત્તા સુધારવા અને જવાબદારી નક્કી કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, 'જે વ્યવસ્થા ગોઠવવી હોય એ ગોઠવો, પરંતુ શહેરોમાં સ્વચ્છતા તો જોઈશે જ.

સંબંધિત સમાચાર