રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2026| Super Admin

બનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'

બનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'

14માંથી 14 બેઠકો પર બિનહરીફ વરણી:સંગઠનના સંકલન અને સહકારી આગેવાનોની રણનીતિને સફળતા

બનાસકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભાજપે સંગઠનાત્મક તાકાતનો પરચો આપ્યો છે. ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક એટલે કે જમીન વિકાસ બેંકની ચૂંટણી માં 14માંથી તમામ 14 બેઠકો પર ભાજપના મેન્ડેટ સાથે બિનહરીફ વરણી થતાં ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈને સ્થાનિક સ્તરે સંકલન સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગેવાનો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યકરો વચ્ચે ચર્ચા-વિચારણા બાદ તમામ બેઠકો પર સર્વ સંમતિ સાધવામાં સફળતા મળી હતી.

 આ સફળતામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે તેમજ જિલ્લા મહામંત્રીઓ શ્રેયાંશભાઈ પ્રજાપતિ, રસિકજી ઠાકોર અને તરુણ ભાઈ મોદીના માર્ગદર્શન અને સંકલનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તાલુકા સંગઠનના હોદ્દેદારો, ભાજપના કાર્યકરો તથા સહકારી આગેવાનોના પ્રયાસોથી પણ સર્વસંમતિનું વાતાવરણ ઊભું થયું હતું. ખાસ કરીને સિનિયર સહકારી આગેવાન ગોવાભાઈ દેસાઈ સહિતના સહકારી આગેવાનોના પ્રયાસો બિનહરીફ વરણી માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

 14 માંથી 14 બેઠકો પર બિનહરીફ

 જમીન વિકાસ બેંક ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તાર સાથે સીધી રીતે જોડાયેલી મહત્વપૂર્ણ સહકારી સંસ્થા છે. તમામ 14 બેઠકો પર બિનહરીફ વરણી થવી એ ભાજપ સંગઠન અને સહકારી ક્ષેત્ર વચ્ચેના સંકલન ની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

ટેગ્સ:#Banaskantha#BJP mandate

સંબંધિત સમાચાર