વાવ-થરાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યંત સતર્કતા અને બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરીને બુટલેગરોના નેટવર્કને તોડી પાડ્યું છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આંતરરાજ્ય બોર્ડરનો ઉપયોગ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનાર તત્વો પર પોલીસે સપાટો બોલાવ્યો છે. ઘટનાની વિગતો મુજબ, SMCની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત-રાજસ્થાન બોર્ડર થઈને એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે. બુટલેગરોએ પોલીસને ચકમો આપવા માટે એક અનોખો કિમીયો અપનાવ્યો હતો; તેમણે ટ્રકમાં ઉપરના ભાગે મેડિકલ બોટલોનો જથ્થો ગોઠવ્યો હતો, જેથી પોલીસને લાગે કે આ કોઈ જીવનરક્ષક દવાઓ કે મેડિકલ સાધનસામગ્રી છે.
દારૂની હેરાફેરી : વાવ-થરાદમાં 31 હજારથી વધુ બોટલો સાથે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવમાં ભાજપ સંગઠન અને તંત્રના સહિયારા પ્રયાસથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
1 મહિના પહેલા
વાવ-થરાદબનાસકાંઠા એલ.સી.બી.એ ખારીયાના કુખ્યાત આરોપીના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
1 મહિના પહેલા
વાવ-થરાદદિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીથી ખાનગી ઈ-કાર ચાર્જિંગનો વીડિયો વાયરલ
1 મહિના પહેલા
વાવ-થરાદભાભરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા
1 મહિના પહેલા
