રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય10 ઑગસ્ટ, 2026| Super Admin

ઝારખંડ : બેરિકેડ તોડી વિધાનસભા તરફ ધસી ગયા વિદ્યાર્થીઓ, પોલીસે કર્યો લાઠીચાર્જ

ઝારખંડ : બેરિકેડ તોડી વિધાનસભા તરફ ધસી ગયા વિદ્યાર્થીઓ, પોલીસે કર્યો લાઠીચાર્જ

ઝારખંડમાં JPSC-JSSCની કથિત ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. રાંચીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ બેરિકેડિંગ તોડીને વિધાનસભા કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે કાંટાળા તારની બેરિકેડિંગ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચઢી ગયા હતા. સ્થિતિ વધુ વણસતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ તરફ પાણીની બોટલો અને ચંપલ ફેંકવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિધાનસભાની છ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા: વિદ્યાર્થીઓના વિરોધને ધ્યાનમાં રાખીને ઝારખંડ વિધાનસભાને ચારેય તરફથી છ સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને CCTV કેમેરા મારફતે સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન છેલ્લા 9 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતો પણ એમ્બ્યુલન્સ મારફતે વિધાનસભા માર્ચમાં જોડાયા હતા.

JPSCના પૂર્વ અધ્યક્ષની CID દ્વારા ધરપકડ

વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે JPSCના પૂર્વ અધ્યક્ષ એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. 21 જુલાઈના રોજ JPSC કાર્યાલયમાં CID અને રાંચી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ એલ. ખ્યાંગતેએ JPSCના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે 22 જુલાઈના રોજ તેમનું રાજીનામું મંજૂર કર્યું હતું. રાજીનામા બાદથી CID દ્વારા તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. હવે આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. JPSC-JSSCમાં ભરતી પ્રક્રિયા અને કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. આજે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે રાંચીમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર