રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્ય રમણલાલ વોરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા

 આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે  ‘હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ઇડર અને વડાલી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ જેવા જયઘોષથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ વિધાર્થીઓ દ્રારા દેશભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. વિવિધ વયજૂથના નાગરિકોએ તિરંગો હાથમાં લઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાનને જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે વિવિધ સ્થળોએ દેશભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

ઇડર-વડાલી શહેરના માર્ગો પર યોજાયેલી તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ  રીનાબેન પટેલ, ધારાસભ્ય  રમણલાલ વોરા, જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નાદ સાથે નીકળેલી આ યાત્રાથી વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર