રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા7 ઑગસ્ટ, 2026| Super Admin

સાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે

સાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે

રાષ્ટ્ર પ્રથમ'ના સંકલ્પ સાથે સાબરકાંઠા ભાજપ મેદાને: હિંમતનગરમાં બેઠક યોજાઈ, કાર્યકરો-હોદ્દેદારોને અપાયા માર્ગદર્શક આદેશો

સાબરકાંઠા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તા.૧૧થી ૧૩ઓગષ્ટ સુધી દરેક મંડલમાં તિરંગા યાત્રા યોજાનાર છે. ત્યારે તે સંદર્ભે મંગળવારે હિંમતનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં દરેક ઘર પર તા.૧૦થી ૧૪ ઓગષ્ટ સુધી તિરંગો ધ્વજ લહેરાવાના કાર્યક્રમ અંગે ઉપસ્થિત કાર્યકરો અને -હોદ્દેદારોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલે બેઠકમાં ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે દર વર્ષની -જેમ ભાજપ દ્વારા લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની -ભાવના વધુ જાગૃત બને તે માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. 

આ યાત્રા દરેક મંડલમાં બે કિલોમીટર લાંબી નિકળે તે માટે પક્ષના હોદેદારો અને કાર્યકરોને સમજ આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન તિરંગો ધ્વજ, ખેસ અને ટેબલોનું પણ આયોજન કરવા માટેની તૈયારીઓ અગાઉથી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ૮૦મા સ્વાતંત્ય દિવસ અંતર્ગત રાષ્ટ્ર પ્રથમ સંકલ્પ સાથે વિકસીત ભારતના નિર્માણની પ્રતિબધ્ધતા સાથે દેશ આગળ વધી રહ્યો છે.ત્યારે૧૫મી ઓગષ્ટના રોજ સ્વતંત્રા દિવસની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવા આહવાન કરાયું હતું.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર