રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | કાંકરેજ

કાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા

કાંકરેજના જમણાપાદર ગામની બનાસ નદીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું છે. અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી નામના યુવકની ઘાતકી હત્યા કરી તેની લાશને નદીના પટમાં જેસીબી મશીન વડે ઊંડો ખાડો કરીને દાટી દેવાના ગુનાનો શિહોરી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કરૂણ અને શરમજનક ઘટનામાં મરનારના સગા ભાણેજે જ પોતાના એકના એક મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મુજબ, પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને સૌપ્રથમ રાનેર ગામના દશરથસિંહ જેણાજી જાદવ નામના શખ્સની અટકાયત કરી હતી. તેને શિહોરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ દરમિયાન દશરથસિંહે પોપટ બનીને આ ગુનામાં સામેલ અન્ય બે સહ-આરોપીઓના નામ ઓક્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર