રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં પોલીસની વાહન ચકાસણી ઝુંબેશ, વાહન ચાલકોમાં ફફડાટ

ડીસામાં પોલીસની વાહન ચકાસણી ઝુંબેશ, વાહન ચાલકોમાં ફફડાટ

ડીસા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને અકસ્માતો ઘટે તે માટે શહેર પોલીસ દ્વારા વાહન ચકાસણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.શહેરના પાટણ ચાર રસ્તા પાસે પોલીસ ટીમે વાહનોને રોકી ચાલકો પાસે લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ કરી હતી.

આ ઉપરાંત વાહનોમાં લગાવેલા કાળા કાચ તેમજ નિયમ વિરુદ્ધની કે ખોટી નંબર પ્લેટ અંગે પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. પોલીસની અચાનક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ વાહન ચલાવતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી થાય તે માટે પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર