રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા20 એપ્રિલ, 2026| Super Admin

કડીનું આદુંદરા લાલઘૂમ: 'નો એન્ટ્રી'ના બોર્ડ સાથે ચૂંટણીનો બહિષ્કાર

કડીનું આદુંદરા લાલઘૂમ: 'નો એન્ટ્રી'ના બોર્ડ સાથે ચૂંટણીનો બહિષ્કાર

સ્થનિક સ્વરાજ્યની  ચૂંટણી દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામના ઇન્દિરાપરામાં રાજકીય પક્ષો માટે સંપૂર્ણપણે 'નો એન્ટ્રી' ના બેનર લગાવી, ચૂંટણીનો બહિષ્કાર કરતા કડીના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે.

છેલ્લા પાંચ વર્ષથી આદુંદરા ગામના ઇન્દિરાપરાના રહીશો પીવાના ચોખ્ખા પાણી સહિત રોડ રસ્તા અને ગટર વગર ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. અનેકોવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાંચ વર્ષથી આ વિસ્તારના રહીશોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગામની બેન દીકરીઓ પીવાના ચોખ્ખા પાણી માટે દુર જઈને ભરવું પડી રહ્યું છે. ઉબડ ખાબડ અને ખાડા ખૈયા વાળા રોડ રસ્તાઓ હોવાથી આ ગામના લોકોનો અવરજવરમાં પણ ખૂબ જ તકલીફો ભોગવવી પડે છે સાથોસાથ ગામમાં હજી પણ ગંદા પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની ગટરોની વ્યવસ્થા ન હોવાથી ચારેકોર ગંદકી ફેલાઈ રહી છે જે મોટા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.

 આદુંદરા ગામના કંટાળેલા લોકોએ હવે તો ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ પાર્ટી એ આવવું નહીં" ના બેનરલગાવી ચૂંટણીનો બહિષ્કાર કરતા જણાવ્યું છે કે રોડ, રસ્તા, ગટર અને પાણી નહીં તો વોટ નહીં જેવા બેનર લગાવી ઇન્દિરાપરાના રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આદુંદરા ગામના ઇન્દિરાપરા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે પરંતુ સરકારી તંત્રના આંધળા અધિકારીઓ કે સરકારને અહિયાની સમસ્યાઓ દેખાતી નથી, ફક્ત ચૂંટણી ટાણે મફતના વોટ લેવા માટે આવીને જતા રહે છે પછી પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું પણ ન હોવાના ગંભીર આક્ષેપો કરતા કોઈ પણ રાજકીય પક્ષોને ગામમાં પ્રચાર માટે કે વોટ માટે પ્રવેશબંદી જાહેર કરી વિરોધ દર્શાવતાં બેનર લગાવ્યા છે. કડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ જનતા વિફરતા રાજકીય ગરમાયો વધી ગયો છે. આદુંદરા ગામના ઇન્દિરાપરા વિસ્તારના લોકોએ પાણી, ગટર અને રોડ રસ્તા મુદ્દે તંત્ર સામે ચીમકી ઉચ્ચારતાં રાજકીય પક્ષો દોડતાં થઈ ગયાં છે.

સંબંધિત સમાચાર