રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત

ધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત

ધરણીધર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પા.પુરવઠા વિભાગ તરફથી કોઈ એક એજન્સી મારફત પાણીની પાઇપ નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે મુદ્દે ધરણીધર તાલુકા એસો.ના પ્રમુખ તેમજ રાછેણા સરપંચ કિરણસિંહ.ડી.રાજપુતે આ પાઇપ લાઇનમાં થતી ગેરરીતિઓના મુદ્દે વાવ થરાદ જિલ્લા કલેકટરને એક લેખિત પત્ર લખી જણાવ્યું છે કે, આ જે પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે. 

તેમાં તેની ઉંડાઈ બિલકુલ ઓછી હોવાથી તેના ઉપર વાહનો ચાલવાથી પાઇપ તૂટી જવાની દહેશત જોવા મળી રહી છે. વધુમાં જોઈન્ટ બરાબર ફિટ થતાં ન હોઈ ભવિષ્યમાં પાણીનો બગાડ તેમજ લિકેઝની સમસ્યા સર્જાશે. ખેડૂતોના પ્રાઇવેટ ખેતરોમાંથી પસાર થતી આ પાઇપ લાઇનના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થઈ રહ્યું છે. ખેડૂતોને જમીનનુ વળતર અપાશે ખરા.  વધુમાં આ પાઇપલાઇનના એસ્ટીમેન્ટ કોપી તેમજ નકશાની નકલની માંગ કરવામાં આવી રહી છે. એજન્સી દ્વારા થતી આ કામગીરીની તપાસ જરૂરી બની છે. તેવું જણાવી સરપંચ કિરણસિંહ રાજપુતે જિલ્લા કલેકટર વાવ થરાદને પત્ર લખી તપાસની માંગ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર