વાગડ ઇન્ફ્રા પ્રોજેક્ટના 66KV ઇલેક્ટ્રિક લાઇનના કામ પરથી લોક પાઇપ, જેક સહિતનો સામાન ચોરાયો
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક હાઇવે પર વાગડ ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના 66 KV ઇલેક્ટ્રિક લાઇનના ફાઉન્ડેશન કામની સાઇટ પરથી 14 ઓક્ટોબરની રાત્રે 1,55,300 રૂપિયાનો લોખંડનો સરસામાન ચોરાયો હતો. આ કામના કોન્ટ્રાક્ટર વિરલભાઈ નવીનભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના ભાગીદાર નીરજકુમાર યોગેશભાઈ પટેલ સાઇટ પર પહોંચતા ચોરીની જાણ થઈ હતી.
ચોરાયેલા સામાનમાં 12 લોક પાઇપ, 60 લેઝર પાઇપ, 2 ગડર, 4 ચેનલ, 5 લોખંડના ખપેડા, 8 મોટા જેક અને 8 નાના જેકનો સમાવેશ થાય છે. અજાણ્યા ચોરો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.





