પાટણ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લાના હારીજ તાલુકામાં કુલ રૂ. ૪૬૮૦.૦૦ લાખના ખર્ચે ૨૬.૪૮ કીમીના વિવિધ માર્ગોના મજબુતીકરણ અને નવીનીકરણના મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. હારીજ પેટા વિભાગ હેઠળ વિવિધ રોડ કાર્ય માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં હારીજ–કાઠી–કાતરા મુખ્ય જીલ્લા માર્ગ રૂ. ૨૫૫૦ લાખ હારીજ-ટોટાણા રોડ રૂ. ૨૮૦ લાખ,હારીજ–બીલીયા–બેચરાજી રોડ રૂ. ૮૩૦ લાખ,નાણા સરેલ રોડ રૂ. ૩૧૦ લાખ,સરવાલ–ચાબખા–એકલવા રોડ રૂ. ૭૧૦ લાખ આ તમામ કાર્યો હાલમાં પ્રગતિ હેઠળ છે. નવિની કરણ કામગીરી અંતર્ગત જરૂરીયાત અનુસાર સી.સી. રોડ, મજબૂતીકરણ, રોડ ફર્નિચર, સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થતા હારીજ તાલુકા અને આસ પાસના ગામોના રહેવાસીઓને વધુ સુગમ, સુરક્ષિત અને ટકાઉ માર્ગ સુવિધાઓ ઉપલબ્ધ થશે. વાહનવ્યવહાર સરળ બનશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.
પાટણના હારીજ તાલુકામાં રૂ. ૪૬૮૦ લાખના ખર્ચે ૨૬.૪૮ કિમી રોડનું નવીનીકરણ હાથ ધરાયું

સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
20 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
20 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
