રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા નજીક છઠીયારડાની રૂપેણ નદીમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર

મહેસાણા નજીક છઠીયારડાની રૂપેણ નદીમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર

મહેસાણા તાલુકામાં આવેલા છઠીયારડા ગામ નજીકથી પસાર થતી રૂપેણ નદીમાં અજાણ્યા વ્યક્તિનો કપાયેલા અંગનો એટલે કે કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર બનાવને પગલે નોકરી પરથી ઘરે જતાં સમયે ગામનો એક યુવક પેશાબ કરવા માટે નદી બાજુ ગયેલ હતો ત્યાં તેણે પાણીમાં તરતો કપાયેલો પગ જોતા ગભરાઈ ગયેલ અને તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. કપાયેલ માનવ અંગ મળવાની ઘટના સામે આવતા મહેસાણા તાલુકા પોલીસ તાબડતોબ છઠીયારડા રૂપેણ નદીના કાંઠે જઈને તપાસનો ધમધમાટ શરૂ કરેલ અને  સ્થાનિક લોકોના નિવેદન લઈ પાણીના પ્રવાહમાં પથ્થર વચ્ચે પગનો કપાયેલો ભાગ પડ્યો હતો. જે ફોરેન્સિક લેબોરેટરીમાં પોસ્ટ માર્ટમ માટે કપાપેલી હાલતમાં મળી આવેલા માનવ અંગરૂપી પગને મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માનવ અંગનો કપાયેલો પગ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી જેની તપાસ પોલીસે શરૂ કરી છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર