રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં પાણી પ્રશ્ને બોલાવેલી બેઠકમાં ભારે હોબાળો, ઉગ્ર ચર્ચા બાદ સામસામે મારામારી

પાલનપુરમાં પાણી પ્રશ્ને બોલાવેલી બેઠકમાં ભારે હોબાળો, ઉગ્ર ચર્ચા બાદ સામસામે મારામારી

નશામાં ધૂત થઈ ગાળાગાળી કરતા યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

પાલનપુરમાં પાણીની સમસ્યાને લઈને યોજાયેલી સોસાયટીની બેઠક હિંસક બની હતી. વોર્ડ નંબર-2 અને વોર્ડ નંબર-3 વચ્ચે પાણીના મુદ્દે ચાલી રહેલા વિવાદ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પાલનપુરમાં પાણીની સમસ્યાને લઈને સોસાયટીમાં બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વોર્ડ નંબર-2 અને વોર્ડ નંબર-3 વચ્ચે પાણીના વિતરણના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વાતાવરણ તંગ બનતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આરોપ છે કે, બેઠક દરમિયાન ગાળાગાળીનો વિરોધ કરનાર એક યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ દારૂના નશામાં ધૂત એક યુવકને જાહેરમાં ગાળો ન બોલવા સમજાવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર