રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજી રાવણ દહન જૂથ અથડામણ: 8 આરોપીઓની ધરપકડ

અંબાજી રાવણ દહન જૂથ અથડામણ: 8 આરોપીઓની ધરપકડ

સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ ડેટા અને બાતમીદારોની મદદથી તપાસ

અંબાજીમાં રાવણ દહન બાદ થયેલી જૂથ અથડામણના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ, ટેકનિકલ ડેટા અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસમાં પ્રથમ ઘટનામાં સંડોવણીના આરોપસર આબુરોડની રિકો પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બીજી તરફ, સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના વીડિયો વાયરલ થવાના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આમ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બંને વીડિયો અને સંબંધિત બનાવોના સંદર્ભમાં કુલ આઠ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે. પોલીસે આરોપીઓ સામે આર્મ્સ એક્ટ સહિતની લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર