રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામમાં ગંગા મૈયાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો

વડગામમાં ગંગા મૈયાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો

50થી વધુ CCTV કેમેરા તપાસી સતલાસણાના શખ્સને ઝડપી લીધો: રૂ. 2 હજાર રોકડ કબજે

વડગામથી મગરવાડા રોડ પર આવેલા લોકોની આસ્થાના પ્રતીક સમાન ગંગા મૈયાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાલનપુરે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામના અરવિંદભાઈ દલાભાઈ ચૌધરીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમમાંથી રૂ. 2,000 કબજે કર્યા છે.

મળતી માહિતી મુજબ, ગત તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રિના સમયે અજાણ્યો શખ્સ ગંગા મૈયાના મંદિરમાં પ્રવેશ્યો હતો. તેણે મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર ફિટ કરેલી દાનપેટી તોડી નાખી હતી અને અંદાજે રૂ. 5,000ની રોકડ ચોરી કરી ફરાર થયો હતો. આ મામલે કરણસિંહ દશરથસિંહ સોલંકી, રહે. વડગામની ફરિયાદના આધારે વડગામ પોલીસ મથકે BNSની કલમ 305 મુજબ ગુનો નોંધાયો હતો.

બનાસકાંઠા પોલીસે વડગામથી મગરવાડા રોડ અને વડગામ શહેરમાં 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન મંદિરની ચોરીમાં સંડોવાયેલો શખ્સ વડગામ ભોજકવાડી સામે આવેલા ઉપસરપંચ નામના ચાના પાર્લર પર આવ્યો હોવાની કડી મળી હતી. ત્યારબાદ માનવ બાતમીદારો અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર