રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજીમાં દુર્ગાષ્ટમી પર હોમહવન: દાંતાના રાજવીએ પૂજા-અર્ચના કરી

અંબાજીમાં દુર્ગાષ્ટમી પર હોમહવન: દાંતાના રાજવીએ પૂજા-અર્ચના કરી

બીજી આઠમે પણ રાજવી પરિવારના હવનને નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

શક્તિપીઠ અંબાજી ખાતે દુર્ગાષ્ટમીના પાવન અવસરે વર્ષો જૂની પરંપરા મુજબ દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા માતાજીની વિશેષ પૂજા-અર્ચના અને હોમહવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમહવન યોજાયો હતો. આ ધાર્મિક પરંપરાને નિહાળવા બીજી આઠમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દુર્ગાષ્ટમીના દિવસે ક્ષત્રિય સમાજમાં શસ્ત્રપૂજા અને વિશેષ ધાર્મિક અનુષ્ઠાનોનું આગવું મહત્ત્વ છે. અંબાજી મંદિરમાં દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી આ પૂજા વર્ષોથી પરંપરાગત રીતે યોજાતી આવી છે. આ વર્ષે રાજવી પરિવારના વંશજ રિદ્ધિરાજસિંહ પરમારે માતાજીના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી નૈવેદ્ય ધરાવ્યું હતું અને માતાજીની આરતી ઉતારી હતી.

ઉલ્લેખનીય છે કે દુર્ગાષ્ટમીના દિવસે દાંતા સ્ટેટના રાજવી પરિવારને માતાજીના નિજ મંદિરના ગર્ભગૃહમાં દર્શન અને પૂજા કરવાનો પરંપરાગત હક મળેલો હતો. જોકે, તાજેતરમાં હાઇકોર્ટના આદેશને પગલે આ પૂજાના અધિકાર અંગે ફેરફાર થયો હતો. તેમ છતાં જિલ્લા કલેક્ટર, મંદિર ટ્રસ્ટ તેમજ ઉચ્ચ નેતાઓ અને પદાધિકારીઓના પ્રયાસોથી રાજવી પરિવારને પૂજા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજવી પરિવાર દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. દુર્ગાષ્ટમીના પાવન દિવસે હોમહવનનું વિશેષ મહત્ત્વ હોવાથી મંદિરની યજ્ઞશાળામાં વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વકલ્યાણ અને લોકમંગલની ભાવના સાથે હવન કરવામાં આવ્યો હતો. વિધિવત્ પૂજા-અર્ચના બાદ હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજવી પરિવાર દ્વારા રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી સુખડી વિતરણની પરંપરા પણ સતત બીજા વર્ષે જાળવી રાખવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાળુઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

દાંતા સ્ટેટના રાજવી વંશજ રિદ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ પૂજા કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ પ્રજાની સુખાકારી અને વિશ્વકલ્યાણની ભાવનાથી કરવામાં આવે છે. આ પરંપરા અવિરત ચાલુ રહેવી જોઈએ તેવી તેમની ઇચ્છા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિક્રમ સંવત 1101થી ચાલી આવતી આ પરંપરાનું રાજવી પરિવારની 40મી પેઢી દ્વારા આજે પણ નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે. આમ, દુર્ગાષ્ટમીના પાવન પર્વે અંબાજી ખાતે ધાર્મિક આસ્થા, વૈદિક પરંપરા અને રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર