રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં સોલાર પેનલના વેપારી સાથે 11.65 લાખની ઓનલાઈન ઠગાઈ

ડીસામાં સોલાર પેનલના વેપારી સાથે 11.65 લાખની ઓનલાઈન ઠગાઈ

મુંબઈની કંપનીના શખ્સો સામે ફરિયાદ

ડીસા શહેરમાં સોલાર પેનલનો ધંધો કરતા વેપારી સાથે મુંબઈની એક બોગસ કંપનીના નામે સોલાર પેનલ સસ્તી આપવાની લાલચ આપી રૂ. 11,65,000 ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પી.એમ. સૂર્યઘર યોજનાના વેન્ડર લિસ્ટમાંથી નંબર મેળવી ઠગોએ વિશ્વાસમાં લઈ આ કારસો રચ્યો હતો. આ અંગે ભોગ બનનાર વેપારીએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

ડીસાના હેપ્પી હોમ્સ ખાતે રહેતા અને પૂર્ણા સોલાર એનર્જી નામની પેઢીના મેનેજર રોહિતકુમાર હરગોવનભાઈ પટેલ (ઉ.વ. 52) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ઓફિસ ડીસામાં કોટક મહિન્દ્રા બેંક ઉપર, પિતૃકૃપા કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે.ગત 12 ઓગસ્ટ 2026 ના રોજ તેમને મુંબઈની 'સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રા. લિ.'માંથી ચેતનાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. તેણે અદાણી અને વારી કંપનીની સોલાર પેનલ હોલસેલ ભાવે તથા સ્ટોક હાજરમાં હોવાનું જણાવી પ્રલોભન આપ્યું હતું. ઠગોએ પી.એમ. સૂર્યઘર યોજનાના રજિસ્ટર્ડ વેન્ડર લિસ્ટમાંથી નંબર લીધાનું કહી વેપારીને રૂ. 3,31,000 ની કિંમતનું કોટેશન મોકલ્યું હતું. ત્યારબાદ કુલદીપ પટેલ નામના સેલ્સમેને ફોન કરી પોતે પટેલ સમાજનો હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો અને 50% એડવાન્સ રકમ ભરવાનું જણાવ્યું હતું.

સેલ્સમેનની વાતોમાં આવીને વેપારીએ ગત 13 અને 13 ઓગસ્ટ 2026 દરમિયાન પોતાના આઈ.ડી.બી.આઈ. બેંકના ખાતામાંથી NEFT દ્વારા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ. 11,65,000 ની મસમોટી રકમ આરોપીઓના બેંક ખાતામાં જમા કરાવી દીધી હતી. નાણાં ચૂકવ્યા બાદ 15 ઓગસ્ટ સુધી માલ ડિસ્પેચ ન થતાં વેપારીએ ફોન કરતા ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. ત્યારબાદ વેપારી મુંબઈ ખાતે તેમની ઓફિસે રૂબરૂ ગયા હતા, જ્યાં આસિસ્ટન્ટ મેનેજર આયુષ ઉપાધ્યાયે થોડા દિવસમાં માલ કે નાણાં પરત આપવાનું આશ્વાસન આપ્યું હતું. અંતે કંપનીના મેનેજર મહેશ ઠાકુરે ફોન કરીને "તમને કોઈ માલ નહીં મળે, તમારાથી થાય તે કરી લો" તેવી ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો. 

મુંબઈની સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રા. લિ. ના ચેતનાબેન, કુલદીપ પટેલ, આયુષ ઉપાધ્યાય અને મહેશ ઠાકુર નામના શખ્સોએ એકસંપ થઈને વેપારી સાથે રૂપિયા 11,65,000 ની ઠગાઈ અને વિશ્વાસઘાત આચર્યોની ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર વેપારી દ્વારા સાધનિક કાગળો સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર