રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો: બે આરોપીઓ સાથે 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત

દાંતીવાડામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો: બે આરોપીઓ સાથે 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત

દાંતીવાડા પંથકમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સતત સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે.

આ બાતમીના આધારે દાંતીવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે બનાસ નદીના પુલ પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હોન્ડા સિટી કારને અટકાવીને તલાશી લીધી હતી. કારની સઘન તપાસ દરમિયાન અંદરથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૬૬૯ બોટલ અને બીયરના ટીન જપ્ત કર્યા હતા.

આ દારૂની કિંમત તેમજ વાહનની કિંમત મળીને કુલ ૩.૧૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પણ સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો. દાંતીવાડા પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર