રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિસનગરમાં જઘન્ય અપરાધ: બ્લેકમેલ કરી બે બહેનો પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ

વિસનગરમાં જઘન્ય અપરાધ: બ્લેકમેલ કરી બે બહેનો પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ

મહેસાણા જિલ્લાના વિસનગર પંથકમાં એક હચમચાવી મૂકે તેવી ગુનાહિત ઘટના સામે આવી છે. ભાલુસણા ગામના નવીન ચૌધરી નામના શખ્સે એક યુવતી અને તેની સગીર બહેનના અંગત ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા. ત્યારબાદ, આ તસવીરોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની સતત ધમકીઓ આપીને આરોપીએ બંને બહેનોને બ્લેકમેલ કરી હતી. ડરાવી-ધમકાવીને તે વર્ષ ૨૦૨૩થી લઈને ૩ જૂન ૨૦૨૬ સુધી પોતાની કારમાં બંને બહેનો સાથે વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

સમાજમાં બદનામી થવાના ડરથી બંને પીડિતાઓ લાંબા સમય સુધી આ શારીરિક અને માનસિક ત્રાસ મૂંગા મોઢે સહન કરતી રહી હતી. જોકે, આરોપી નવીન ચૌધરીએ બેશરમીની હદો પાર કરીને આખરે તે આપત્તિજનક તસવીરો એક વોટ્સએપ ગ્રુપમાં ફરતી કરી દીધી હતી. આ બિભત્સ ફોટા વાયરલ થતાં પીડિત પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો હતો. પરંતુ, પોતાની આબરૂ લૂંટાતી જોઈને અંતે પરિવારે હિંમત દાખવીને નરાધમ શખ્સ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

આ સંવેદનશીલ અને ગંભીર ઘટના સંદર્ભે વિસનગર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે આરોપી નવીન ચૌધરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), આઇટી એક્ટ (IT Act) અને સગીરા સાથેના દુષ્કર્મના કારણે પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પીડિત બહેનોની મેડિકલ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને સત્વરે ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Visnagar

સંબંધિત સમાચાર