રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય શસ્ત્ર પૂજન

થરાદમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય શસ્ત્ર પૂજન

​વાવ, થરાદ અને સુઇગામ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વ નિમિત્તે થરાદ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 'વાવ થરાદ સુઈગામ રાજપુત સમાજ વિકાસ મંડળ' દ્વારા શસ્ત્ર પૂજનની વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અને યુવકોએ પરંપરાગત શસ્ત્રોનું પૂજન કરી સમાજની એકતા અને અસ્મિતાના દર્શન કરાવ્યા હતા.

​આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલાઓ, ઉત્કૃષ્ટ સેવા આપનારા અધિકારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓનું વિશેષ સન્માન કરી બહુમાન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજનના વિધિવત સંપન્ન થયા બાદ ઉપસ્થિત તમામેં સાથે મળીને સમૂહમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ​આ કાર્યક્રમ અંગે વાતચીત કરતા થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી. ડી. રાજપૂતે વાવ, થરાદ અને સુઈગામ ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત તમામ સમસ્ત સમાજને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ શસ્ત્ર પૂજન પ્રસંગે વાવ-થરાદ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ ડી.ડી. રાજપૂત, પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથૂ સિંહ રાજપૂત, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જોગાજી રાજપૂત, નડેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરજીજી રાજપૂત સહિત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનો હાજર રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર