રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 સપ્ટેમ્બર, 2026| Super Admin

સિદ્ધપુરના કાકોશીમાં ગેસની રામાયણ: લાંબી કતારો છતાં સિલિન્ડર ન મળતા રોષ

સિદ્ધપુરના કાકોશીમાં ગેસની રામાયણ: લાંબી કતારો છતાં સિલિન્ડર ન મળતા રોષ

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં આવેલી ભાગ્યલક્ષ્મી ગેસ એજન્સી ખાતે છેલ્લા ચાર મહિનાથી સિલિન્ડર વિતરણ ખોરવાતાં ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આસપાસના ગામોમાંથી આવતા સેંકડો લોકો કામધંધો છોડીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં સિલિન્ડર ન મળતાં લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા. ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે સત્વરે બાટલા આપવા માંગ કરી હતી. કાકોશી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં સમયસર બાટલો મળતો નથી, જેનાથી રોજિંદા કામકાજ ખોરવાયા છે.

64.jpg 120.84 KB
એજન્સી ખાતે તપાસ કરવા જતાં કોઈ જવાબદાર અધિકારી હાજર મળતા નથી. દિવ્યાંગો અને વૃદ્ધો માટે પણ કોઈ અલગ કે માનવતાપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેવા આક્ષેપ સાથે ગ્રાહકોએ પુરવઠા વિભાગ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસની માંગ કરી છે. છેલ્લા ચાર મહિનાથી ગેસ બાટલા માટે ધક્કા ખાવા પડે છે. OTP લઈ લીધા હોવા છતાં સિલિન્ડર આપવામાં આવતા નથી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ ખાલી હાથે જવું પડે છે. વારંવાર માત્ર વાયદા જ કરવામાં આવે છે. જો સમયસર બાટલા વિતરણ ન કરી શકાતું હોય તો કાયમી ઉકેલ લાવો અથવા એજન્સી બંધ કરો."નવી એજન્સી શરૂ કરવા લોકોએ માંગ કરી હતી.

ટેગ્સ:#Sidhpur

સંબંધિત સમાચાર