રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ17 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણમાં 'ગ્રીન્ડર' એપથી સર્વિસના બહાને બોલાવી ગેરેજ સંચાલકને લૂંટી લેવાયો

પાટણમાં 'ગ્રીન્ડર' એપથી સર્વિસના બહાને બોલાવી ગેરેજ સંચાલકને લૂંટી લેવાયો

બાઈક રિપેરિંગ માટે બોલાવી રોકડ, વીંટી અને ઓનલાઈન રૂ. 22500 પડાવ્યા

સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુવકોને ટાર્ગેટ બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 'ગ્રીન્ડર' એપ્લિકેશનના માધ્યમથી બાઇક સર્વિસ કરવાના બહાને રામનગર ઘેટા ફાર્મ નજીક બોલાવી, એક ગેરેજ સંચાલક યુવક સાથે અકસ્માત સર્જી માર

ઝૂડ કરી છરીની અણીએ રોકડ, ચાંદીની વીંટી ૐ અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા કુલ 22,500 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ મામલે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણની હરીકૃપા સોસાયટીમાં રહેતા અને સિદ્ધપુર ચાર રસ્તા પાસે એ.એસ.આર.ઓટો ઇલેક્ટ્રિક દુકાનમાં ગેરેજનું કામ કરતા અનિલ રાવળે પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, એક મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર મળેલી લિંકથી તેમણે 'ગ્રીન્ડર' એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.ઘટનાના દિવસે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, "તમો શું કરો છો?" જેના જવાબમાં યુવકે પોતે ગેરેજનું કામ કરતા હોવાનું જણાવતાં સામે વાળા શખ્સે બાઇક સર્વિસ કરાવવાના બહાને મોબાઇલ લોકેશન મોકલી નિર્મળ નગર રોડ રામનગર ફાટક પાસે બોલાવ્યા હતા.યુવક પોતાના સ્કૂટર પર ત્યાં પહોંચ્યા બાદ એક શખ્સ તેમને સદારામ એસ્ટેટ ખાતે લઈ ગયો હતો. ત્યાંથી બંને રામનગર ઘેટા ફાર્મ તરફ જઈ રહ્યા હતા ત્યારે અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ પાછળથી પૂરઝડપે આવેલા બાઇક પરના 3 શખ્સોએ સ્કૂટરને ટક્કર મારી નીચે પાડી દીધું હતું.આ દરમિયાન અંધારામાંથી અન્ય 2 શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

તમામ 6 શખ્સોએ ભેગા મળીને યુવક પર "તું કેબલ ચોરી કરવા આવ્યો છે" તેવો ખોટો આક્ષેપ કરી ગડદાપાટુનો માર માર્યો હતો. તે પૈકીના એક શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સા માંથી 500 રૂપિયા રોકડા અને હાથ માંથી 2,500 રૂપિયાની કિંમતની ચાંદીની વીંટી કઢાવી લીધી હતી. આ ઉપરાંત, ધમકી આપી ફોન-પે નો પાસવર્ડ મેળવી પરેશકુમાર અમરતજી ઠાકોરના ખાતામાં 19,500 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.આ ગંભીર ઘટના અંગે ભોગ બનનાર યુવકે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે પાટણ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા અને અજાણી એપ્લિકેશનના માધ્યમથી થતા આવા ગુનાઓ સંદર્ભે નાગરિકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર