રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના ડાલડી ગામે ખેડૂતના ખેતરમાંથી રૂ.3.92 લાખના ગાંજાના છોડ મળ્યા

પાટણના ડાલડી ગામે ખેડૂતના ખેતરમાંથી રૂ.3.92 લાખના ગાંજાના છોડ મળ્યા

SOG-સાંતલપુર પોલીસે એકની ધરપકડ કરી NDPS હેઠળ ગુનો નોંધ્યો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ડાલડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. SOG અને સાંતલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 7.840 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના છોડ, જેની કિંમત 3,92,000 છે, અને રૂ. 500 નો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.3,92,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ખેતરના માલિક દાનાભાઈ આલાભાઈ ગણેશભાઈ કોળીની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી SOG શાખા પાટણના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. ઠાકોર અને સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે.પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર