રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

થરામાં ઈકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબજે

થરામાં ઈકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.5.62 લાખનો મુદ્દામાલ કબજે

નાકાબંધી દરમિયાન ઈક્કો ચાલક ગાડી મૂકીને ફરાર, 888 બોટલ-બિયરનો જથ્થો મળી આવ્યો

બનાસકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ.5,62,344/-નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે. એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે ખારીયા ગામની સીમમાં ચામુંડા માતાના મંદિર પાસે નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન મારૂતિ ઈક્કો ગાડી નંબર GJ.08.BN.7393ના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ ગાડી રોક્યા વિના હંકારી મૂકી હતી.

પોલીસ ટીમે ગાડીનો પીછો કરતાં ચાલકે ટોટાણા ગામની સીમમાં મેલડી માતાના મંદિર પાસે ગાડી મૂકીને બાવળની ઝાડીમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-888, કિંમત રૂ.2,62,344/- મળી આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે રૂ.3,00,000/- કિંમતની મારૂતિ ઈક્કો ગાડી સહિત કુલ રૂ.5,62,344/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 આ મામલે થરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નં.11195051260983/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(2), 98(2) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાડીનો ચાલક પોલીસ નાકાબંધી દરમિયાન ગાડી મૂકીને ફરાર થઈ ગયો હોવાથી તેની ઓળખ તથા ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#tharad

સંબંધિત સમાચાર