રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ2 ઑક્ટોબર, 2026| Super Admin

વાવ-થરાદ જિલ્લાનો પ્રથમ સ્થાપના દિન: થરાદથી ઢીમા સુધી ભવ્ય સાયક્લોથોન યોજાઈ

વાવ-થરાદ જિલ્લાનો પ્રથમ સ્થાપના દિન: થરાદથી ઢીમા સુધી ભવ્ય સાયક્લોથોન યોજાઈ

સરહદી પંથકના પ્રજાજનોના સહિયારા પુરુષાર્થથી જિલ્લો વિકાસના નવા સીમાચિહ્નો સર કરશે : અધ્યક્ષ 

રન ફોર થરાદથી ઢીમા સુધી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતે સાયકલ ચલાવીને જિલ્લાના વિકાસ અને સુશાસનનો સંદેશ આપ્યો

 પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે ૨જી ઑક્ટોબર, ૨૦૨૬ ના પાવન અવસરે આજ રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીના 'છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ' અને સરહદી પંથકને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વિઝનને સાકાર કરતાં, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ ના રોજ અસ્તિત્વમાં આવેલા આ સરહદી જિલ્લાએ પોતાના પ્રથમ જ વર્ષમાં સુશાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે.

105.jpg 220.48 KB
આ ગૌરવવંતી ઉજવણીના મુખ્ય આકર્ષણ તરીકે વહેલી સવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘રન ફોર વાવ-થરાદ’ અભિયાન અંતર્ગત વિશાળ સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીને થરાદના ગૌમાતા ચાર રસ્તા ખાતેથી અધ્યક્ષ  તેમજ મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ૧૫ કિલોમીટર લાંબી આ સાયક્લોથોન થરાદથી શરૂ થઈ પવિત્ર યાત્રાધામ ઢીમા ખાતે આવેલા શ્રી ધરણીધર ભગવાનના મંદિર પરિસરે સંપન્ન થઈ હતી. સમગ્ર માર્ગ પર નાગરિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રા થકી વિકાસ, સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ અને એકતાનો પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. ખુદ અધ્યક્ષએ ૧૫ કિલોમીટર સુધી સાયકલ ચલાવીને સહભાગીઓ અને યુવાનોનો ઉત્સાહ બમણો કર્યો હતો.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષએ જિલ્લાવાસીઓને પ્રથમ સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, "વાવ-થરાદ જિલ્લો બનવાથી આ સરહદી વિસ્તારમાં વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બની છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચ્યો છે. પ્રથમ વર્ષ હંમેશા પાયાની સુવિધાઓ અને સંગઠનનું વર્ષ હોય છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને પ્રજાજનોએ અદ્ભુત સહયોગ દર્શાવ્યો છે. એક વર્ષના ટૂંકા ગાળામાં મોટાભાગની સરકારી કચેરીઓ કાર્યરત થતા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સાયક્લોથોન કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, વિવિધ સામાજિક-રાજકીય અગ્રણીઓ, યુવા સાયકલિંગ ક્લબના સભ્યો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે યાત્રાધામ ઢીમા ખાતે શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર