રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા24 જુલાઈ, 2025| Super Admin

મહેસાણામાં જિલ્લા તિજોરી કચેરીના અધિકારીની કેબિનમાં આગનો બનાવ: ફાયર વિભાગે આગ ઓલવી

મહેસાણામાં જિલ્લા તિજોરી કચેરીના અધિકારીની કેબિનમાં આગનો બનાવ: ફાયર વિભાગે આગ ઓલવી

મહેસાણા શહેર મધ્યમાં આવેલી મહેસાણા જિલ્લા તિજોરી કચેરી ખાતે ગત રોજ બપોરમાં સુમારે એસીમાં સૉર્ટ સર્કિટ થવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના કારણે કચેરીના જિલ્લા અધિક તિજોરી અધિકારી ડી.એ.ચૌધરીના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. સમય સુચકતા વાપરી કચેરીના કર્મચારીઓએ કચેરીમાં રહેલી ફાયર સેફટીની બોટલનો ઉપયોગ કરી આગને કાબુમાં લેવાનો અવિરત પ્રયત્ન કર્યો હતો પરંતુ કચેરીના અધિકારીની કેબિનમાં ઉપરની દીવાલ એટલે કે સિલિંગ થર્મોકોલની સીટથી બનાવેલી હોઈ તેમજ બારી પર વિવિધ પ્રકારના પરદા લગાવેલા હોઈ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. સમય સુચકતા વાપરતા કર્મચારીઓએ કેબિનમાં રહેલા સામાનને બહાર કાઢી અગત્યના તમામ દસ્તાવેજી કાગળીયાઓ અમે ફાઈલોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી હતી. આ દરમિયાન જિલ્લા તિજોરી કચેરીના કર્મચારીઓએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાઉર વિભાગની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલુ કરી દેતા આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમે સફળતા પ્રાપ્ત કરી સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેતા જિલ્લા તિજોરી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર બનાવમાં જિલ્લા તિજોરી કચેરીમાં કોઈ પણ જાતનું મોટું નુકસાન કે જાનહાની થયેલ નથી.

સંબંધિત સમાચાર