સોલાર કંપનીની જો હુકમી સામે ખેડૂતોએ જિલ્લા કલેકટર સહિત મંત્રીને પત્ર લખી લેખિતમાં રજુઆત કરી
વાવ તાલુકાના નાળોદર ગામના મૂળ માલિક ખેડૂત ખાતેદારે પોતાની સર્વ નંબર 76 અને સર્વ નંબર 77 પેકી નું સોલાર કંપનીને વેચાણ કરેલ છે. જોકે નાળોદર ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર લખી રજુઆત કરી છે. આ મૂળ માલિકે સોલાર કંપનીને જમીનનું વેચાણ કરેલ છે. તેમાંથી અમારો કાયમી વર્ષો જૂનો જાહેર માર્ગ ચાલવાનો પસાર થતો હતો. તેમજ આ જાહેર માર્ગ પરથી "સમલી બેટ"સુધી ગૌશાળામાં ગાયોને પીવાના પાણી લાઇન પસાર થતી હતી. જે માર્ગને સોલાર કંપનીએ ખોદી પાઈપલાઈનો તોડી નાખી છે. વધુમાં જાહેર માર્ગ ઉપર ખાડાઓ ખોદી માર્ગને રફેડફે કરી દીધો છે. અમો ગામના 100 થી વધુ ખેડૂતોના પરિવારને કોઈ બીમારીમાં 108 વાહન બોલાવવી હોય કે પછી ડેરી એ દૂધ ભરાવવા જવું હોય કે પછી બાળકોને શાળાએ જવું હોય તો અમારો વર્ષો જૂનો માર્ગ સોલાર કંપનીના લોકોએ બંધ કરી દીધેલ છે.
આ બાબતે રજુઆત કરવા જતાં સોલાર કંપનીના લોકો અમારી જોડે જો હુકમી કરી અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. સત્વરે અમારો વર્ષો જૂનો ચાલવાનો જાહેર માર્ગ ખુલો કરવામાં નહિ આવે તો અમો નાળોદર ગ્રામના 100 થી વધુ ખેડૂતો ગાંધી ચિધ્યા માર્ગ જશુ. જોકે આ મુદ્દે જિલ્લા કલેકટર સહિત વિધાનસભાના અદયક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરને લેખિતમાં રજુઆત કરી છે. સત્વરે અમારી અરજીને ધ્યાનમાં લઇ અમારો જૂનો માર્ગ ખુલો કરવામાં આવે તેવી અમારી 100 થી વધુ ખેડૂતોની ઉગ્ર માંગ છે.





