ડીસા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર સંજનાબેન પઢીયારની કાંકરેજ તાલુકા ખાતે બદલી થતાં આજે કચેરી પરિસરમાં હાર્દિક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં તાલુકા મામલતદાર વિપુલ કે.બારોટ, સીટી મામલતદાર દિવાકર એન. બધેકા, વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા હતા. સૌએ નાયબ મામલતદાર સંજનાબેનના કાર્યકાળ દરમિયાન કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરી, જનસેવા પ્રત્યેની લાગણી અને કચેરીના સુચારુ સંચાલન બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે તેમના માર્ગદર્શન હેઠળ અનેક મહત્વપૂર્ણ વહીવટી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને પ્રજાજનોને ઝડપી તથા પારદર્શક સેવા મળી રહી હતી.વિદાય પ્રતિભાવ આપતા નાયબ મામલતદારએ સહ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ડીસા ખાતે મળેલો સહકાર અને સ્નેહ હંમેશા યાદ રહેશે. તેમણે કાંકરેજ ખાતે પણ એ જ નિષ્ઠા અને જવાબદારી સાથે સેવા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમારંભ અંતે સૌએ શુભેચ્છાઓ પાઠવી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
ડીસાના નાયબ મામલતદારની બદલી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
5 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
5 દિવસ પહેલા
