રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા સિવિલ હોસ્પિટલના નામે ચાલતા નકલી મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ

મહેસાણા સિવિલ હોસ્પિટલના નામે ચાલતા નકલી મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ

મહેસાણાની સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના નામે બોગસ મેડિકલ પ્રમાણપત્રો કાઢી આપવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગોબાચારીમાં સિવિલ સર્જન અને આરએમઓ (RMO) ની ખોટી સહીઓ તેમજ બનાવટી સિક્કાઓનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હોસ્પિટલ પ્રશાસનને કેટલાક દસ્તાવેજો પર શંકા ગઈ, અને ઊંડી તપાસ કરતા નકલી સર્ટિફિકેટ બનાવવાનું આ મોટું કાવતરું પકડાયું હતું.

આ કૌભાંડ પાછળ ઓએનજીસી (ONGC) લેન્ડ લુઝર્સ સોસાયટીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા એક શખ્સની સંડોવણી હોવાનું ખૂલ્યું છે. આરોપીએ માત્ર સર્ટિફિકેટ જ નહીં, પરંતુ શારીરિક યોગ્યતા (મેડિકલ ફિટનેસ) દર્શાવતા ફોર્મ-ઓ (Form-O) ની સાથે ઈસીજી (ECG), લેબ ટેસ્ટ અને ઓડિયોમેટ્રિક પરીક્ષણના તદ્દન ખોટા રિપોર્ટ્સ પણ જાતે જ તૈયાર કર્યા હતા. સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓના હોદ્દાનો દુરુપયોગ કરી તેણે આયોજનબદ્ધ રીતે આ બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા.

આ સમગ્ર મામલે મૂળ હેબુવા ગામના રહીશ અને ડ્રાઈવર નટવરસિંહ ડાભી સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં પણ આ શખ્સે અન્ય લોકોને આવા ખોટા પ્રમાણપત્રો બનાવી આપ્યા છે કે કેમ, અને આ કૌભાંડમાં અન્ય કોઈની મદદ લેવાઈ છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana Civil Hospital

સંબંધિત સમાચાર