રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા9 મે, 2026| Super Admin

શિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી

શિક્ષણના ધામમાં ઉત્સાહનો ઉમંગ : વિસનગરમાં  સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના ‘દશાબ્દિ મહોત્સવ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી

પ્રખ્યાત ગાયક દર્શન રાવલનો લાઈવ કોન્સર્ટ યોજાયો

ઉત્તર ગુજરાતનું શૈક્ષણિક ગૌરવ અને NAAC A ગ્રેડ પ્રાપ્ત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ગત ૯ મેના રોજ પોતાની સ્થાપનાના ૧૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી દશાબ્દિ મહોત્સવની શાનદાર ઉજવણી કરી હતી. કર્મવીર સ્વ. સાંકળચંદ પટેલના સપનાઓને સાકાર કરતી આ યુનિવર્સિટી આજે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.

 આ પ્રસંગે મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિએ દશાબ્દિ મહોત્સવમાં નવ રંગ ઉમેરી દીધા હોય તેમ આ મહોત્સવમાં ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અને મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલ, વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મીડિયા જગતના અગ્રણીઓ રોનકભાઈ પટેલ (ABP અસ્મિતા) અને અજય ઉમટ (નવગુજરાત સમય) પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થિની આનંદીબેન પટેલે વીડિયો સંદેશ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના દશાબ્દિ મહોત્સવમાં ટેકનોલોજી અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીએ આ અવસરે શિક્ષણમાં આધુનિકતાનો ઉમેરો કરતા બે મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. AI લેબ આશરે ₹૧.૫ કરોડના ખર્ચે NVIDIA દ્વારા સંચાલિત અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ. યુનિ બાઇટ્સ (Uni Bites): વિદ્યાર્થીઓ માટે આધુનિક કેફેટેરિયા અને ૨૪x૭ લાઇબ્રેરીની સુવિધા. 

 આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વિવિધ સિદ્ધિઓનું સન્માન અને સાંસ્કૃતિક જોશ જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે છેલ્લા દાયકાની પ્રગતિનો ચિતાર આપતા જણાવ્યું કે, સુપર કમ્પ્યુટર લેબથી લઈ સ્પોર્ટ્સ અને સંશોધન ક્ષેત્રે સંસ્થાએ અનેક સીમાચિહ્નો સર કર્યા છે. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટાફ સભ્યોને પ્રેસિડેન્સિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સાંકલચંદ પટેલ યુનિવર્સિટીના દશાબ્દિ મહોત્સવની ઉજવણીના અંતે રાત્રિના સમયે પ્રખ્યાત ગાયક દર્શન રાવલના લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને મહેમાનો ગાયક દર્શન રાવલના સુરીલા સુર અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. માત્ર ૧૦ વર્ષમાં મેડિકલથી લઈને મેનેજમેન્ટ સુધીના વિવિધ કોર્સ થકી આ યુનિવર્સિટીએ દેશની નામાંકિત સંસ્થાઓમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.

સંબંધિત સમાચાર