રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો

પાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો

ફતેહસિંહરાવ પુસ્તકાલય દ્વારા ગંગાબા રોવા કેન્દ્ર અંતર્ગત નીરજ સેવા ટ્રસ્ટના સૌજન્યથી ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફીની તાલિમ અપાશે

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી તાલીમ મળી રહે અને તેઓ સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી ગંગાબા રોજગાર કેન્દ્ર અંતર્ગત રાહતદરે સ્ટેનોગ્રાફી (ગુજરાતી/અંગ્રેજી)નો છ માસીય કોર્સ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્સનું આયોજન નીરજ સેવા ટ્રસ્ટ, પાટણના સૌજન્યથી કરવામાં આવ્યું છે.

આ કોર્સમાં ઉત્તર ગુજરાતના સૌથી વધુ અનુભવી શિક્ષકોમાં સ્થાન ધરાવતા બકુલેશભાઈ શાહ (શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ, પાટણ)ના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવે છે. તા. 30/09/2026થી 30/03/2027 સુધી દરરોજ સવારે 8:00 થી 9:00 કલાકના સમયે શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલય, આસ્થા હોલ, કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં, ભદ્ર, પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેનોગ્રાફીની તાલીમ મેળવીને વિદ્યાર્થીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે પોતાની ક્ષમતા વિકસાવી શકશે તેવું પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કે. સી. પટેલ અને ચંદ્રિકા ત્રિવેદી એ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર