રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ22 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિલ્હી આંદોલનના પડઘા થરાદમાં: કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન વચ્ચે પોલીસે વિરોધકર્તાઓની ધડપકડ કરી

દિલ્હી આંદોલનના પડઘા થરાદમાં: કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન વચ્ચે પોલીસે વિરોધકર્તાઓની ધડપકડ કરી

દિલ્હીના ઐતિહાસિક એવા જંતર-મંતર મેદાન ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના પડઘા હવે સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ સુધી પહોંચ્યા છે. ત્યારે દિલ્હીમાં પોતાના હક્કો માટે લડી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા 'મુવાડી મંડપ' દ્વારા વિરોધ પ્રદર્શનનું કરી ચકાજમ આયોજન કરવામાં આવ્યું હતું. જે મુદ્દે ​કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ થરાદ શહેર ના મુખ્ય જાહેર માર્ગો ઉપર ઉતરી આવી વિરોધ દર્શાવ્યો હતો. અને રસ્તાઓ 'ચક્કાજામ' કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલન દ્વારા કોંગ્રેસે વિદ્યાર્થીઓની માંગણીઓને વાજબી ગણાવીને ત્વરિત ઉકેલ લાવવાની માંગ કરી હતી.

49.jpg 138.12 KB
જાહેર રસ્તાઓ પર ચક્કાજામ થવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાણીના ભાગરૂપે વિરોધ પ્રદર્શન કરી રહેલા થરાદના પૂર્વ ધારાસભ્ય એવા ગુલાબસિંહ રાજપુત જિલ્લાના મહિલા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન નાઈ ઠાકરશીભાઈ રબારી સહિત કોંગ્રેસના અગ્રણી મિત્રો તેમજ કાર્યકરો મિત્રોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી. ​સરહદી વિસ્તારમાં આ વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી જોવા મળ્યો છે.

ટેગ્સ:#tharad

સંબંધિત સમાચાર