રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બેચરાજી-હારીજ હાઈવે પર ડંપિંગ યાર્ડ સળગ્યું: પ્રદૂષણ અને ધુમાડાથી સ્થાનિકો પરેશાન

બેચરાજી-હારીજ હાઈવે પર ડંપિંગ યાર્ડ સળગ્યું: પ્રદૂષણ અને ધુમાડાથી સ્થાનિકો પરેશાન

બેચરાજીમાં હારીજને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કચરાના ડંપિંગ યાર્ડમાં સાજના આશરે ૭:૦૦ વાગ્યાની આસપાસ અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી. કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા આ કચરાના ઢગલામાં આગ લગાડવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા ડંપિંગ યાર્ડને લપેટમાં લઈ લીધું હતું અને કચરો સળગવાના કારણે ધુમાડાના મોટા મોટા ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા.

આ ડંપિંગ સાઈડની બિલકુલ નજીકમાં જ અનેક સોસાયટીઓ અને રહેણાંક ફ્લેટો આવેલા છે. આગને કારણે ક્રિષ્ના ગોકુલ રેસીડેન્સી, સંકલ્પ રેસીડેન્સી, બહુચર પાર્ક, કનૈયા નગર તેમજ આજુબાજુના અન્ય ૩૦ થી ૪૦ ઘરોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આગની જ્વાળાઓ અને અસહ્ય દુર્ગંધયુક્ત ધુમાડો ઘરોમાં પ્રવેશી જતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોમાં ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આ માર્ગ બેચરાજી અને હારીજને જોડતો મુખ્ય હાઈવે હોવાથી અહીંથી દિવસભર હજારો નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. ડંપિંગ યાર્ડની આગના કારણે હાઈવે પર કાળા ધુમાડાની જાડી પરત છવાઈ ગઈ હતી, જેના લીધે વિઝિબિલિટી (દ્રશ્યતા) સાવ નહિવત થઈ ગઈ હતી. રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે કટોકટી વચ્ચે, અકસ્માતના ગંભીર ભય સાથે પસાર થવાની ફરજ પડી હતી.

સળગવાના કારણે અત્યંત ઝેરી ધુમાડો અને દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આ પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્રકારની ઘટનાઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રહેણાંક વિસ્તાર અને મુખ્ય હાઈવેની નજીક આવેલા આ ડંપિંગ યાર્ડને કારણે તેઓ લાંબા સમયથી નરકાગાર જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. આ ડંપિંગની સાઈડ બદલવા (બીજી જગ્યાએ ખસેડવા) માટે તંત્રને અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ ઘોર બેદરકારી અને આળસનું પરિણામ આજે સ્થાનિક જનતાએ ભોગવવું પડ્યું છે. લોકો હવે આ બાબતે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર