રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા ટ્રાફિક પોલીસનું અભિયાન: બજારમાં વેપારીઓને ટ્રાફિક નિયમો સમજાવ્યા

ડીસા ટ્રાફિક પોલીસનું અભિયાન: બજારમાં વેપારીઓને ટ્રાફિક નિયમો સમજાવ્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે ઓળખાતા ડીસા શહેરમાં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને શહેરના હાર્દ સમાન ગણાતા રિસાલા બજારમાં રોજબરોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રાહકો ખરીદી માટે આવતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે. વધતા વાહન વ્યવહારને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારૂ અને સુનિયોજિત બનાવવા માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.​

ડીસા ટ્રાફિક પી.એસ.આઈ. ડી.બી. ચૌધરી ડીસા ઉત્તર પી. આઈ. એ .આર. ખત્રી સહિતનો પોલીસ સ્ટાફ અચાનક રિસાલા બજારની મુલાકાતે પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસે બજારમાં જાતે ઊભા રહીને વેપારીઓ, ગ્રાહકો અને વાહન ચાલકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને ટ્રાફિકના નિયમો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વેપારીઓ અને ગ્રાહકો પોતાના વાહનો રોડ પર ગમે ત્યાં પાર્ક કરવાને બદલે નિયત અને યોગ્ય જગ્યાએ જ પાર્ક કરે.​રોડ પર દબાણ ન કરવું દુકાનની બહાર કે રોડની વચ્ચે વાહનો ઊભા ન રાખવા, જેથી અન્ય લોકોને અવરજવરમાં અડચણ ન થાય.

શહેરની સુખાકારી અને ટ્રાફિક મુક્ત વાતાવરણ માટે પોલીસને પૂરતો સહકાર આપવા અપીલ કરાઈ હતી. ​ડીસા ટ્રાફિક પોલીસ ​રિસાલા બજારમાં આવતા વાહન ચાલકોને પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ભાગીદાર બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં પણ હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર