રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ29 જુલાઈ, 2026| Super Admin

ભાભરમાં અતિવૃષ્ટિથી તારાજી: મુખ્યમંત્રીને રાહત પેકેજ જાહેર કરવા આવેદનપત્ર આપ્યું

ભાભરમાં અતિવૃષ્ટિથી તારાજી: મુખ્યમંત્રીને રાહત પેકેજ જાહેર કરવા આવેદનપત્ર આપ્યું

ભાભર તાલુકામાં છેલ્લા ૪ દિવસ દરમિયાન ૧૪ ઇંચ કરતાં પણ વધુ અતિભારે વરસાદ નોંધાયો છે. આ કુદરતી આપદાના કારણે ભાભર તાલુકાના તમામ ગામડાઓમાં ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં બે-બે, ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જવાથી મોટા પાયે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અને ભારે પ્રમાણમાં જમીન ધોવાણ પણ થયું છે. ગત વર્ષે પણ ભાભર, વાવ અને સુઈગામ તાલુકામાં અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની હતી. તે સમયે સરકારે વળતર અને કેશડોલ્સ (Cash Doles) આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કમનસીબે ઘણા બધા પાત્ર ખેડૂતો લાભથી વંચિત રહી ગયા હતા.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભાભર તાલુકાના તમામ સરપંચઓ દ્વારા એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રજૂ થયેલા આક્રોશ અને દુઃખને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. આ પત્ર ભાભર તાલુકા પંચાયત ખાતે વિધિવત રીતે આપીને ખેડૂતો અને સરપંચોની મુખ્ય માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી છે.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર