રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારનું જાહેર દબાણ દૂર કરવાની માંગ

પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારનું જાહેર દબાણ દૂર કરવાની માંગ
પાલિકાના ઓક્ટ્રોય નાકા સમયની ઓફીસ પર ગેરકાયદે કબજો કરાયો હોવાની રાવ; પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં મોટા ઉપાડે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે પાલિકાની માલિકી ની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરી થયેલું દબાણ દૂર કરવાની લેખિત રજુઆત થઈ છે. ગરીબોના દબાણ દૂર કરવામાં શૂરવીરતા દાખવી ગરીબોને બેઘર કરનારી પાલનપુર નગરપાલિકા ખુદ તેની મિલ્કતોનો કબજો કરનારા દબાણદારોને છાવરી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેડંચા ગામના યુવા કોંગ્રેસ અગ્રણી નીતિન ભાઈ ડાકાએ પાલિકાના ચીફ ઓફિસરને કરેલી લેખિત રજુઆત મુજબ, પાલનપુરના ગઠામણ વિસ્તારમાં અંબે માતાજીનું મંદિર આવેલું છે. જેની નજીકમાં પાલનપુર નગરપાલિકાની ઓક્ટ્રોય નાકાની ઓફીસ હતી. જે જગ્યા પર કોઈ દબાણદારોએ ગેરકાયદેસર કબજો કરી દબાણ કર્યું છે. ત્યારે લાખો રૂપિયાની કિંમતની મોકાની જગ્યા પરથી દબાણ દૂર કરાવી મંદિરના દર્શનાર્થીઓ માટે પાર્કિંગની જગ્યા ફાળવાય તેવી માંગ કરી છે. ઓક્ટ્રોય નાકાની જગ્યાઓ શોધી જડતી નથી; પાલનપુર શહેરમાં નગરપાલિકાની ઓક્ટ્રોય નાકાની ઓફિસો મોકાની જગ્યાઓ પર આવેલી હતી. કરોડો રૂપિયાની મિલ્કતો ધરાવતા ઓક્ટ્રોય નાકાની જગ્યાઓ હાલમાં શોધી જડતી ન હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલિકાના શાસકોની રહેમનજર તળે ઓક્ટ્રોય નાકાની જગ્યાઓ પર ગેરકાયદે કબજો થઈ ગયો હોવા છતાં પાલિકાના શાસકોના આંખ મિચામણા સામે સવાલો ઉઠ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર