રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના રામસણ ગામે યુવતી પર હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

ડીસાના રામસણ ગામે યુવતી પર હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

ડીસા તાલુકાના રામસણ ગામે ગામના ત્રણ રસ્તા પાસે સ્કોર્પિયો ગાડી પર પથ્થર વાગવાની સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ ત્રણ શખ્સોએ એક પરિવાર પર લોખંડની ટોમી, છરી અને પાઈપ વડે હુમલો કરી યુવતીને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.

​મળતી માહિતી મુજબ, રામસણ ગામે રહેતા વેલાભાઈ નારણાજી ડાભી (ઠાકોર) તેમની માનસિક અસ્વસ્થ બહેન પીપાબેન, મમતાબેન અને માતા સાથે મંદિરના દર્શન કરી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ત્રણ રસ્તા પાસે પીપાબેને પાછળથી આવતી એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી પર નાનો પથ્થર ફેંક્યો હતો.

​આ બાબતનો અદાવત રાખી ગાડીમાંથી સંજયજી અજમલજી થરાદરા (ઠાકોર), પ્રકાશજી ઉમેદજી ઠાકોર (રહે. ચોરા) અને રણજીતજી અજમલજી ઠાકોર હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાવવા છતાં ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પીપાબેન પર લોખંડની ટોમી, છરી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડેલી અન્ય બહેન મમતાબેન સાથે પણ મારપીટ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

​ઈજાગ્રસ્ત પીપાબેનને તાત્કાલિક ૧૦૮ મારફતે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમના જમણા હાથની કોણી તેમજ પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું છે. ​આ અંગે વેલાભાઈ ડાભીની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર