ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલિક દોડી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ડીસાની પોસ્ટ ઓફીસ પાસે આવેલ અંબાજી માતાજીના મંદિર નજીક બુધવારે સવારે એક રહેણાંક મકાનમાં વીજ ફોલ્ટના કારણે શોર્ટ-સર્કીટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં તાત્કાલિક ફાયર-ફાઇટરની ટીમ દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે એક મકાનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં યુ.જી.વી.સી.એલ.ની ટીમને જાણ કરતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ યુ.જી.વી. સી.એલ.ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. જ્યારે આગની જાણ થતાં ઘટનાસ્થળે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
ડીસાની પોસ્ટ ઓફીસ પાસે આવેલ અંબાજી માતાજીના મંદિર નજીક રહેતાં ભરતભાઇ અજમલભાઇ દેસાઇ (રબારી) ના બુધવારે સવારે એક રહેણાંક મકાનમાં વીજ ફોલ્ટના કારણે શોર્ટ-સર્કીટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. જેમાં ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં તાત્કાલિક ફાયર સ્ટેશન પર ફાયર મેન-કમ ડ્રાઇવર ધનરાજભાઇ સોમાજી પરમાર, ફાયર મેન મનુસિંગ સોલંકી, ફાયર મેન-કમ ડ્રાઇવર દુષ્યંતભાઇ બી. જાદવ અને ટીમ દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે એક મકાનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં યુ.જી.વી.સી.એલ.ની ટીમને જાણ કરતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ યુ.જી.વી. સી.એલ.ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી.
ત્યારબાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. જ્યારે આગની જાણ થતાં ઘટનાસ્થળે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે આગની ઝપેટમાં સંપૂર્ણપણે મકાનમાં પડેલ માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જ્યારે આગની જ્વાળાના કારણે મકાનના પતરાને ભારે નુકશાન થયું હતું. જ્યારે આગની રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગોટેગોટા નીકળ્યા હતા. જ્યારે મકાન માલિકને આગની ઝપેટમાં સંપૂર્ણપણે મકાનમાં પડેલ માલ-સામાન બળીને ખાખ થઇ જતાં લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે આગની ઝપેટમાં મકાનમાં પડેલ માલ-સામાન બળીને ખાખ થઇ જતાં સરકાર દ્વારા મકાન માલિકને યોગ્ય વળતર આપે તેવી માંગ છે.





