રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો

ડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો

નવરાત્રી અને આગામી તહેવારોને ધ્યાને રાખી ફૂડ વિભાગ ત્રાટકતાં નકલી ઘી બનાવતા માફિયાઓમાં ભારે ફફડાટ

આગામી તહેવારોની ઉજવણી નજીક આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરતા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ડીસા શહેરના વેપારી મથક ગણાતા રિસાલા બજારમાં ફૂડ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરી છે.

​ડીસાના રિસાલા બજારમાં આવેલા એક ગોડાઉન/દુકાનમાં દરોડા પાડી ફૂડ વિભાગની ટીમે ‘પરિવાર બ્રાંડ’ના નામે વેચાતો આશરે ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલો આ જથ્થો સંજય અમૃતલાલ મોદી નામના વેપારીનો હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન સીઝ કરવામાં આવેલા કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા ૫ લાખથી પણ વધુ આંકવામાં આવી રહી છે.​દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવાની સાથે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી ઘીના અલગ-અલગ સેમ્પલ લીધા છે અને તેને વધુ તપાસ અર્થે સ્ટેટ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

​બનાસ ઘી પણ મળી આવ્યું હોવાની ચર્ચા: બ્રાન્ડેડ ઘી પરથી ભરોસો ઉઠવાની આશંકા

​સ્થાનિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ફૂડ વિભાગના આ દરોડા દરમિયાન ઉત્તર ગુજરાતની સુપ્રસિદ્ધ 'બનાસ ઘી'ની બ્રાન્ડનું ઘી પણ સ્થળ પરથી મળી આવ્યું હોવાના અહેવાલો છે. જો બનાસ જેવી વિશ્વાસપાત્ર અને પ્રખ્યાત બ્રાન્ડના નામે પણ ભેળસેળ કે નકલી સામાન વેચાતો હોય, તો સામાન્ય પ્રજાનો બ્રાન્ડેડ ચીજવસ્તુઓ પરથી પણ વિશ્વાસ ઉઠી જવાની શક્યતા સેવાઈ રહી છે.​ નવરાત્રી અને આવનારા તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા મિલાવટખોરો સામે માત્ર દંડનીય કાર્યવાહી પૂરતી ન ગણતા, તેમની સામે કડકમાં કડક કાયદાકીય કલમો હેઠળ પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. તે ઉપરાંત, આગામી દીવાળી સુધી ફૂડ વિભાગ દ્વારા આવી જ રીતે સતત ચેકિંગ અને આક્રમક કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શહેરીજનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર