રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ

શિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ

રૂ. 40.05 લાખના ચેકના કેસમાં ફરિયાદીને વળતર ચૂકવવાનો આદેશ; દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજા

ચેક રિટર્નના એક કેસમાં શિહોરી કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 80,10,000 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ ત્રણ મહિનાની સજા ભોગવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઓગડ તાલુકાના થરાના વતની અને સુરત ખાતે હીરાનો વ્યવસાય કરતા ફરિયાદી અમર વિનોદચંદ્ર શાહ સુરતમાં 'નૈયા જેમ્સ' નામની હીરાની પેઢી ચલાવે છે. તેમની પેઢીમાંથી આરોપી અંકિત જયંતિભાઈ હીરપરાને રૂ. 44,33,000ની કિંમતના બે હીરા આપવામાં આવ્યા હતા. સોદા બાદ પાકું બિલ આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદીના આક્ષેપ મુજબ આરોપીએ હીરા પરત આપ્યા નહોતા.

આ અંગે ફરિયાદીએ હીરાની કિંમતની ઉઘરાણી કરતાં આરોપીએ રૂ. 40,05,000નો ચેક આપ્યો હતો. આ ચેક કોટક મહિન્દ્રા બેંકની સુરત શાખાનો હતો. ફરિયાદીએ ચેક પોતાના આઈસીઆઈસીઆઈ બેંકના થરા શાખાના ખાતામાં જમા કરાવ્યો હતો. જોકે, આરોપી દ્વારા ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવવામાં આવ્યું હોવાથી ચેક પરત ફર્યો હતો. ચેક પરત ફરતાં ફરિયાદી અમર વિનોદચંદ્ર શાહે પોતાના વકીલ અશ્વિનભાઈ શાહ મારફતે તા. 17 સપ્ટેમ્બર, 2018ના રોજ શિહોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 884/2018 દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોના પુરાવા અને દલીલોને ધ્યાને લીધા બાદ શિહોરીના ન્યાયાધીશ આર.વી. પટેલે આરોપી અંકિત જયંતિભાઈ હીરપરાને ગુનામાં તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમના બમણા એટલે કે રૂ. 80,10,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં ફરિયાદી અમર વિનોદચંદ્ર શાહ તરફે શિહોરીના વકીલ અશ્વિનભાઈ શાહ અને પાટણના વકીલ પંકજભાઈ લેવાણીએ કોર્ટમાં હાજર રહી દલીલો કરી હતી. કોર્ટ દ્વારા ફરિયાદી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવતાં આરોપીને સજા અને દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર