રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 જુલાઈ, 2026| Super Admin

અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર જીવલેણ હુમલો

અંબાજીમાં  ચૂંટણીની અદાવતમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર જીવલેણ હુમલો

હુમલાખોરો ફરાર,કાર બિનવારસી મળી

અંબાજીમાં તાલુકા પંચાયત સભ્યના પતિ ઉપર જીવલેણ હુમલો થયો છે.દાંતા તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી બાદ રાજકીય અદાવતના કારણે હુમલો થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય અરૂણાબેન અગ્રવાલના પતિ મુરારી અગ્રવાલ પર અંબાજીના રેવાપ્રભુ સદન નજીક અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.હુમલાખોરોએ લાકડીઓ, ધોકા જેવા હથિયારો વડે મુરારી અગ્રવાલને માર માર્યો હતો. હુમલા બાદ તમામ શખ્સો કારમાં બેસી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઇજાગ્રસ્ત મુરારી અગ્રવાલને તાત્કાલિક સારવાર માટે અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલાખોરો જે કારમાં આવ્યા હોવાનું કહેવાય છે તે કાર બાદમાં એક ખેતરમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે કાર કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે દાંતા તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સભ્ય અરૂણાબેન અગ્રવાલ ગેરહાજર રહેતાં ભાજપની પેનલની રચના થઈ હતી. અને તે રાજકીય અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, આ બાબતની પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર