રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કાકોશીમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકીનો મામલો: મહિલા સહિત 4 સામે ફરિયાદ

કાકોશીમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકીનો મામલો: મહિલા સહિત 4 સામે ફરિયાદ

પાટણના સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ મથકે એક ગંભીર ઘટના સામે આવી છે. કાકોશી ગામે રહેતી 15 વર્ષ અને 6 માસની સગીરાને લાલચ આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા, અશ્લીલ ફોટા તથા વીડિયો ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ચાર શખ્સો સામેબી.એન.એસ.(ભારતીય ન્યાય સંહિતા) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કાકોશી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, રંજનબેન પરમારે ભોગ બનનાર સગીરાને વિશ્વાસ તેમજ લાલચ આપીને પોતાના માણસ વાદી અમન વિક્રમભાઈ સાથે સંબંધ બાંધવા માટે સમજાવી હતી.ત્યારબાદ, રંજનબેનના ઘરે તેમજ અન્ય સ્થળાએ સગીરને વાદી અમન અન્ય સ્થળોએ સગીરાને વાદી અમન સાથે મોકલીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના બિભત્સ ફોટા પાડવામાં આવ્યા હતા. 

આ ઉપરાંત, અન્ય આરોપી હરેશ પરમાર સાથે પણ સગીરાને મોકલીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. તા. 05/10/2026 ના રોજ સાંજના સમયે વાદી અમન દ્વારા ગાંગલાસણ ગામ નજીક આવેલી એક અવાવરુ ઓરડીમાં સગીરા પર દુષ્કર્મ આચરીને તેને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વાદી અમનના કાકાએ પણ ગાંગલાસણ પુલ નજીક નહેર પાસે સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષકર્મ આચર્યું હતું.આ તમામ આરોપીઓએ સગીરાને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને એકબીજાને ગુનામાં મદદગારી કરી હતી. કાકોશી પોલીસ મથકે બી.એન.એસ. કલમ  તેમજ પોક્સો એક્ટની કલમ  મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર