રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા22 જૂન, 2026| Super Admin

કડીમાં ગુનાખોરીનો આતંક: ૧૦ દિવસમાં ચાર હત્યાઓ થતાં પોલીસનું કડક ઓપરેશન શરૂ

કડીમાં ગુનાખોરીનો આતંક: ૧૦ દિવસમાં ચાર હત્યાઓ થતાં પોલીસનું કડક ઓપરેશન શરૂ

મહેસાણા જિલ્લાના પ્રમુખ ઔદ્યોગિક વિસ્તાર કડીમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. માત્ર દસ જ દિવસના ટૂંકા સમયગાળામાં ચાર જેટલી હત્યાના બનાવો બનતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ગુનેગારોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ બનીને ગુનાઓને અંજામ આપી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી અને સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

ઉપરાઉપરી બનેલા આ લોહિયાળ બનાવો બાદ આખરે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને આકરાં પગલાં લેવાની શરૂઆત કરી છે. કડી અને આસપાસના વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર કડી શહેરને હાલ એક પોલીસ છાવણીનું રૂપ આપી દેવાયું છે, જેથી ગુનેગારોમાં ડર ઊભો કરી શકાય અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના ફરી જાગી શકે.

ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસે વિસ્તારમાં 'મેગા કોમ્બિંગ' ઓપરેશનનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના દરેક ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને શંકાસ્પદ લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. કડી પોલીસ મથક હેઠળ આવતા તમામ અતિસંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખીને ગુનેગારોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર