ડીસામાં એક યુવતીના બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને આત્મહત્યાની ગંભીર સ્થિતિ સુધી ધકેલવાના ગુનામાં સંડોવાયેલા ફરાર દંપતીને આખરે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB ની ટીમે પાટણમાંથી ઝડપી પાડ્યું છે.આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે, ઓગડ વાસમાં રહેતા આરોપી મહેશજી ઉર્ફે વેજુ ખેમાજી ઠાકોરે ગત ૪ જૂનના રોજ યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ ન્હાતી વખતે વીડિયો કોલ કરાવી તેના બિભત્સ ફોટા મેળવી લીધા હતા. આ નરાધમે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને ભારે બદનામ કરી હતી, જેથી આઘાતમાં આવીને યુવતીએ ૧૬ જૂનના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નવી ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS ની કલમ ૭૭, ૩૫૧(૩) તેમજ ૧૦૮ અને આઈટી એક્ટની કલમ ૬૬E અને ૬૭A હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને જોતાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB પીઆઇ અને તેમની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે પાટણમાં દરોડો પાડી મુખ્ય આરોપી મહેશજી ઠાકોર અને તેને આ પાપમાં મદદ કરનાર તેની પત્ની રીંકુબેન ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી છે. LCB એ બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડીસા પોલીસને સોંપ્યા છે.
ડીસાની યુવતીને આત્મહત્યા માટે મજબૂર કરનાર દંપતી જેલભેગું!
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામ તાલુકાના હજારો ખેડૂતો કિસાન આંદોલનમાં જોડાશે: સરકાર સામે ઉગ્ર રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખોડા વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસની મોટી કાર્યવાહી: ૪ ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો
1 દિવસ પહેલા
